પ્રિયંકા ચોપરા બે વર્ષ પછી કરશે હિન્દી ફિલ્મ, ક્યો સુપરસ્ટાર છે હીરો? જાણો વિગત

નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા પોતાની આગામી બૉલીવુડ ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે કરતી જોવા મળશે. ફિલ્મ ડાયરેક્ટર અલી અબ્બાસ જફરની અપકમિંગ ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનના અપૉઝિટ રૉલમાં પ્રિયંકા ચોપડા લીડ એક્ટ્રેસ હશે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાની અપકમિંગ બોલિવૂડ ફિલ્મને લઇ એ વાતની પણ ખુબ અટકળો હતી કે તે આમિર ખાનની ફિલ્મમાં પણ નજર આવી શકે છે. પરંતુ હવે સલમાનની ફિલ્મમાં તેમના નજર આવવાની ચર્ચાઓ છવાયેલ છે.
ફિલ્મ 'ભારત'માં પ્રિયંકા અને સલમાન ખાનને સાઇન કરવાની ચર્ચા સાચી સાબિત થઇ તો લગભગ 10 વર્ષ બાદ આ જોડી એક સાથે જોવાનો મોકો મળશે.
સલમાનની આગામી ફિલ્મ ભરતને તેના ફેવરીટ ડાયરેક્ટર અલી અબ્બાસ જફર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલા અલી અબ્બાસ સલમાન ખાનની સુલ્તાન અને ‘ટાઇગર જિંદા હે’ ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે. આ સિવાય પ્રિયંકા પણ અલી અબ્બાસની ફિલ્મ ‘ગુંડે’માં કામ કરી ચૂકી છે. હાલમાં જ અલી પ્રિયંકા ચોપડા સાથે તેના ઇન્ટરનેશનલ શો ‘ક્વોન્ટિકો’ના શૂટિંગ દરમિયાન ન્યૂયોર્કમાં પણ મળ્યા હતાં.
પ્રિયંકા, સલમાનની સાથે પહેલીવાર વર્ષ 2004માં ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં જોવા મળી હતી, ત્યારબાદ બન્નેએ 'સલામ-એ-ઇશ્ક' (2007) અને 'ગૉડ તુસ્સી ગ્રેટ હો' (2008) ફિલ્મમાં કામ કર્યું હતું. લગભગ 10 વર્ષ બાદ સલમાન અને પ્રિયંકા એકવાર ફરીથી આ ફિલ્મમાં સાથે દેખાશે. આ વાતનો ખુલાસો ડીએનએના રિપોર્ટ્સમાં થયો છે.
પ્રિયંકા સૌથી પહેલા સલમાન ખાન સાથે વર્ષ 2004માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’માં નજર આવી હતી. બાદમાં પ્રયંકા અને સલમાન ‘સલામ-એ-ઇશ્ક’ અને ગોડ તુસ્સી ગ્રેટ હોમાં નજર આવી.