નવી હોન્ડા CBR 250R ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
તેના એન્જિનને અપડેટ કરી બીએસ-IV ઉત્સર્જન સ્ટાન્ડર્ડ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. 6-સ્પીડ ગિયરબૉક્સની સાથે તેનું એન્જિન 8,500 આરપીએમ પર 26.5 પીએસ પાવર અને 7,000 આરપીએમ પર 22.9 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, તેની મહત્તમ સ્પીડ 135 કિમી પ્રતિ કલાક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે આ બાઇક ગ્રે-ઑરેન્જ, ગ્રે-ગ્રીન, પીળા અને લાલ રંગમાં ઉપલબ્ધ હશે. નવા મોડલમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. લગભગ ફીચર્સ અગાઉના મોડલ જેવા જ છે.
2018 હોન્ડા CBR250R અગાઉના મોડલથી અલગ દેખાતું નથી. તેમાં જોવા મળતા ફેરફારોમાં એક નવી એલઈડી હેડલેમ્પ ક્લસ્ટર અને પેન્ટ સ્કીમ છે.
આ બાઇકની કિંમત 1.64 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કંપનીએ 29,523 રૂપિયામાં ડ્યુઅલ ચેનલ એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ)ની ઑફર પણ મૂકી છે.
નવી દિલ્હીઃ 2018 Honda CBR250R ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ બાઈકને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. નવી બાઈકમાં કેટલાક નવા અપડેટ્સ જોવા મળશે. આ પહેલા આ બાઈકને ઓટો એક્સ્પો 2018માં રજૂ કરવામાં આવી હતી. ભારતમાં બીએસ-IV નિયમ લાગુ થયા બાદ કંપનીએ તેનું પ્રોડક્શન બંધ કરી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -