સ્પોટબોયમાં આવેલાં સમાચાર મુજબ ઇવેન્ટમાં રાખીએ છપ્પન છુરી પર ડાન્સ પણ કર્યો હતો. આ ઇવેન્ટનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. ટ્રોલ થયા બાદ રાખીએ એક વીડિયો શેર કર્યો અને રડતી નજર આવી હતી.
રડતા રડતા આ વીડિયોમાં રાખી કહે છે કે, 'મને નહોતી ખબર કે આ ડ્રેસ આટલો રિવીલિંગ હશે. મને ડિઝાઇનરે આપ્યો અને મે પહેરી લીધો. લોકો મારા વિશે ભદ્દી-ભદ્દી કમેન્ટ કરી રહ્યાં છે પણ તેમાં મારો કોઇ જ વાંક નથી. લોકો મને કેમ બ્લેમ કરી રહ્યાં છે.' રાખી સાવંતે રડતા રડતા કહ્યું કે, મને લોકોની પરવાહ નથી. પણ મારાં જીવનમાં જે વ્યક્તિ મારા માટે ખાસ છે તે જ મને નથી સમજી નથી શકતો.
રાખીએ અત્યાર સુધીમાં તેનાં પતિનો ચહેરો નથી દેખાડ્યો. તેનું કહેવું છેકે, રિતેશને કેમેરા અને મીડિયા પસંદ નથી. લગ્ન બાદ તેને આઇટમ સોન્ગ છપ્પન છુરી શૂટ કરી લીધુ હતું. આ સોન્ગ પણ રિલીઝ થઇ ગયુ છે.