બૉલિવૂડની આ એક્ટ્રેસે શેર કરી હૉટ તસવીર, વરૂણ ધવને શું કરી કોમેન્ટ ? જાણો
abpasmita.in | 06 Sep 2019 11:20 PM (IST)
ઇલિયાની આ તસવીર પર બી ટાઉનર્સ સેલિબ્રિટી પણ કોમેન્ટ કરવા પોતાને રોકી શક્યા નથી. મલાઈકા અરોરાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે.
મુંબઈ: એક્ટ્રેસ ઇલિયાના ડીક્રૂઝ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહી છે. જેના પર તેના ફેન્સ તરફથી શાનદાર કોમેન્ટો પણ મળતી રહે છે. ઇલિયાનાએ ઇન્સ્ટા પર એક ખૂબજ હૉટ તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે વ્હાઈટ સ્વિમસૂટમાં નજર આવી રહી છે. આ તસવીર પર ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યું કે, “વેટિંગ ફોર ધ સન ટૂ કમ આઉટ.” ઇલિયાની આ તસવીર પર બી ટાઉનર્સ સેલિબ્રિટી પણ કોમેન્ટ કરવા પોતાને રોકી શક્યા નથી. મલાઈકા અરોરાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે. એક્ટર વરુણ ધવને પણ ઇલિયાનાની તસવીર ખાસ કોમેન્ટ કરી ઠછે. જેની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. વરુણને ઈલિયાના વીજળીની જેમ હોટ લાગે છે. વરૂણ ઘણીવાર એક્ટ્રેસના ફોટો પર કોમેન્ટ કરતો રહે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના અનીસ બજ્મીની પાગલપંતી માં નજર આવશે. તેની સાથે અનિલ કપૂર અને જૉન અબ્રાહમ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)