કૌન બનેગા કરોડપતિનો ગઈકાલનો શો ઘણો મજેદાર રહ્યો. ત્યાં મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. મોહિતાને 1 કરોડ રૂપિયા જીત્યા બાદ 7 કરોડ રૂપિયાનો સવાલ કરવામાં આવ્યો. જેનો જવાબ તેને ખબર ન હતી.


હિમાચલ પ્રદેશની મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. તમને જણાવીએ કે, મોહિતા શર્મા એક આઈપીએસ અધિકારી છે અને તે જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે. આઈપીએસ અધિકારી મોહિતા શર્માનો જન્મ હિમાચલના કાંગડામાં થયો છે. તેમણે અભ્યાસ દિલ્હીમાં કર્યો છે.

જોકે હવે ટ્વિટર પર મોહિતા શર્મા કરોડપતિ બનવાને લઈને નહીં પણ બીજા કારણોસર ચર્ચામાં છે. મોહિતા શર્માએ ટ્વિટર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં મેગીનું એક પેક જોવા મળી રહ્યું છે અને તેની સાથે મસાલાના બે પેકેટ પણ જોવા મળી રહ્યા છે.


આઈપીએસ મોહિતા શર્માએ ટ્વીટર પર લખ્યું કે, ‘મેગીના પેકેટમાં બે મસાલાના પાઉટ મળ્યા છે. હું આટલી ભાગ્યશાળી હોઈશ એવું વિચાર્યું ન હતું. ભગવાન આજે મારા પર મહેરબાન છે.” મોહિતાના આ ટ્વીટ બાદ લોકો પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.