Chitrangda Singh: બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh)નું ભલે આજે ફિલ્મોથી દુર છે, પરંતુ આજે પણ તેનુ નામ બૉલીવુડ ઇન્ડસ્ટ્રની દિગ્ગજ હીરોઇનોમાં સામેલ છે. ફિલ્મો કરતાં વધુ એક્ટ્રેસ હવે સોશ્યલ મીડિયા પરથી લાઇમલાઇટ મેળવે છે, તેના ગ્લેમર અને સેક્સી લૂકના લાખો દિવાના છે, અને તે પોતાના ફેન્સની વચ્ચે અવારનવા પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે, તાજેતરમાં જ તેની તસવીરોએ ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે.
લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં છવાયેલી રહે છે. બૉલીવુડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજને લઇને ફેન્સના દિલોમાં જગ્યા બનાવી ચૂકી છે. ચિત્રાંગદા સિંહના ચાહનારાઓની એક મોટી સંખ્યા છે.
એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ અત્યારે 46 વર્ષની થઇ ચૂકી છે, પરંતુ ગ્લેમર અને સ્ટાઇલના મામલામાં યુવા અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. તાજેતરમાં તેનો પોતાના ઇન્સ્ટાગ્રામ પર રેમ્પ વૉક દરમિયાનની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ચણીયા ચોળી પહેરીને દેખાઇ રહી છે.
એક્ટ્રેસે આ તસવીરોમાં ભારતીય સંસ્કૃતિના પરંપરાગત વસ્ત્રો પહેર્યા છે, તેને વિન્ટર કલેક્શનમાં સામેલ ચણીયા ચોલી પહેરી છે, આ લૂકમાં એક્ટ્રેસે ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે,
તસવીરો શેર કરતા એક્ટ્રેસે લખ્યું છે - સચ એ ડેઝલિંગ નાઇટ વીથ ધ @neerusindia વિન્ટર કલેક્શન...લવ્ડ વીયરિંગ ધીસ ગૉર્ઝિયસ કમ્લેટલી હેન્ડવૉવન સ્વારૉવ્સીક ક્રીસ્ટલ બ્રાઇટલ લેંઘા. ..🌟💫 💛.. એક્ટ્રેસ આ હાથ બનાવટની ક્રીસ્ટલ બાઇટલ ચણીયા ચોળીમાં ખાસ લૂકમાં દેખાઇ રહી છે.
ચિત્રાંગદા સિંહ 46 વર્ષની ઉંમરમાં પણ યંગ એક્ટ્રેસને સુંદરતામાં માત આપી રહી છે. તેની સુંદરતાના લાખો દિવાના છે. ચિત્રાંગદા સિંહ ભલે ફિલ્મોમાં ફ્લૉપ સાબિત થઇ રહી હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર તેનુ ફેન ફોલોઇંગ સતત વધી રહ્યું છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ચિત્રાંગદા સિંહ સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સની વચ્ચે ખુદનો ક્રેઝ સતત યથાવત રાખી રહી છે.
ચિત્રાંગદા સિંહ પોતાની અત્યાર સુધીની કેરિયરમાં કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. છેલ્લીવાર એક્ટ્રેસ અભિષેક બચ્ચનની ફિલ્મ બૉબ બિસ્વાસમાં દેખાઇ હતી.