Mirosław Hermaszewski News: સોવિયત અંતરિક્ષ યાન દ્વારા 1978માં પૃથ્વીની પરિક્રમા કરનારા પૉલેન્ડના એકમાત્ર અંતરિક્ષ યાત્રી જનરલ મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીનું 81 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. સોમવારે તેમના જમાઇ, યૂરોપીય સંસદના સભ્ય રેજ્જર્ડે ટ્વીટરના માધ્યમથી સેવાનિવૃત વાયુસેના પાયલટના નિધનની જાણકારી આપી હતી. જોકે, તેમને બાદમાં પૉલિશ મીડિયા આઉટલેટ્સને બતાવ્યુ કે મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કી મૃત્યુ વારસોંની એક હૉસ્પીટલમાં એક સર્જરીથી થયેલી જટીલતાના કારણે થયુ છે.
જનરેકીએ ટ્વીટ કરતાં કહ્યું- પરિવાર તરફથી જનરલ મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીના મૃત્યુ વિશે બહુજ દુઃખદ સમાચારની પુષ્ટી કરી રહ્યું છું. આ ઉપરાતં જરનેકીના જનરલ મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીને "એક મહાન પાયલટ, સારા પતિ અને પિતા, અને બહુજ પ્રેમાળ દાદા" કહેતા ટ્વીટ કર્યુ હતુ.
અંતરિક્ષ યાત્રાથી રાષ્ટ્રયી નાયક બન્યા હતા મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કી -
અંતરિક્ષની પોતાની યાત્રી કરવા માટે મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીને રાષ્ટ્રીય નાયક ગણવામાં આવ્યા હતા, 1978 ના જૂન અને જૂલાઇમાં નવ દિવસ માટે તેમને સોવિયત કૉસ્મોનૉટ પ્યોત્ર ક્લિમુકે સોયુજ 30 અંતરિક્ષ યાનમાં પૃથ્વીની પરિક્રમા કરી હતી, જે સેલ્યૂટ 6 કક્ષીય અંતરિક્ષ સ્ટેશન પર ડૉક કરવામાં આવી હતી, ઉલ્લેખનીય છે કે, તે 126 વાર ગ્લૉબના ચક્કર લગાવી ચૂક્યા છે.
યાત્રા દરમિયાન મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીને લાગ્યો હતો આ ડર -
પોલીસ અખબાર Rzeczpospolita ની સાથે 2018ના એક ઇન્ટરવ્યૂ દરમિયાન મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીએ કહ્યું હતુ કે ઉડાન દરમિયાન તેનો સૌથી મોટો ડર એ હતો કે તેનુ સ્પેશિપ એક ઉલ્કા સાથે ટકરાઇ ગયુ હતુ. તેમને કહ્યું કે, તેમના અને ક્લિમુકના સેન્સેસ તેજ થઇ ગયા હતા, જેનાથી તે નાનો અવાજ પણ પકડી રહ્યાં હતા.
સોવિયત સંઘના ઇન્ટરકૉસ્મૉસ કાર્યક્રમ અંતર્ગત કરી હતી અંતરિક્ષ યાત્રા -
મિરોસ્લાવ હેર્મસ્જેવ્સ્કીએ સોવિયત સંઘના ઇન્ટરકૉસ્મૉસ કાર્યક્રમના ભાગ રૂપે અંતરિક્ષમાં યાત્રા કરી હતી, જેને મૉસ્કોના પ્રભુત્વ અંતર્ગત તત્કાલિન પૂર્વી બ્લૉકની અંદર કે સોવિયત સંઘની સાથે સંબંધ રાખનારા દેશો માટે અંતરિક્ષની જાણકારી મેળવવાનો અવસર આપ્યો હતો.
Russia Ukraine War: યુદ્ધગ્રસ્ત યુક્રેન અંગે વાત કરતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં પોપ ફ્રાંસિસ, જુઓ વીડિયો
Pope Francis On Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ 10 મહિના પછી પણ અટક્યું નથી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, તો બીજી તરફ લાખો લોકો બેઘર બન્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન, પોપ ફ્રાન્સિસ યુક્રેનની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ભાવુક અને રડતા દેખાયા હતા.
પોપ મધ્ય રોમમાં સ્પેનિશ સ્ટેપ્સ પાસે પ્રાર્થના સેવામાં હાજરી આપી હતી જ્યાં તેમણે યુક્રેન અને યુદ્ધ વિશે વાત કરી હતી અને લાગણીશીલ થઈ ગયા હતા. ડેઈલીમેલના અહેવાલ અનુસાર, વાત કરતી વખતે પોપના ગળે ડૂમો બાજી ગયો અને ત્યાં હાજર લોકો સમજી ગયા કે તેઓ ભાવુક થઈ રહ્યા છે.
માનવતા માટે આ એક મોટી ખોટ
પોપને આટલા ભાવુક થતા જોઈને લોકોએ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કર્યા અને ભાષણ પૂરું કરવા વિનંતી કરી. પોપ લગભગ 30 સેકન્ડ સુધી મૌન રહ્યા અને પછી યુક્રેનિયનો માટે પ્રાર્થના સાથે તેમનું ભાષણ પૂરું કર્યું. અહેવાલો અનુસાર, પોપે આ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ ખૂબ પીડાદાયક છે. માનવતા માટે આ એક મોટી હાર છે.