નવી દિલ્હીઃ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ભહે ફિલ્મોથી દૂર હોય પરંતુ તેણે એક શાનદાર કામમાં રોકાણ કર્યું છે. ઐશ્વર્યા રાયે માતા વુંદા સાથે બેંગલુરુના એક સ્ટાર્ટઅપમાં 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે હવાની ગુણવત્તા વિશે ડેટા ઉપલબ્ધ કરાવે છે. આ પહેલા તેણે મહારાષ્ટ્રમાં પવન ઉર્જા પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતું.


ઐશ્વર્યાએ તેની માતા વૃંદા રાય સાથે મળીને એક કરોડ રૂપિયાનું રોકાણ બેંગ્લુરુના ‘Ambee’ સ્ટાર્ટઅપમાં કર્યું છે. બન્નેએ 50-50 લાખ રૂપિયા આ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ પર આધારિત સ્ટાર્ટઅપમાં રોક્યાં છે. આ રોકાણથી ઐશ્વર્યા પહેલીવાર એક એન્જલ ઇન્વેસ્ટર બની છે.

2017માં શરૂ થયેલ આ પર્યાવરણ આધારિત સ્ટાર્ટઅપ ડેટાનો ઉપયોગ કરી એર ક્વોલિટી જેવી માહિતી પૂરી પાડે છે. આ સ્ટાર્ટઅપ પ્રોપ્રાઇટરી ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને યુઝરને પર્યાવરણ અંગેની માહિતી આપે છે. આ પ્રોપ્રાઇટરી ડેટામાં સેન્સર ડેટા, વેધર પેટર્ન, ટ્રાફિક ડેટા, પેટ્રોલ- ડિઝલ સ્કૂટરનો રેશિયો, રોડ રીપેર વગેરે જેવી બાબતો સામેલ છે.