જોકે મીટિંગનો મુખ્ય એજન્ડા કન્કશન પોલીસ એટલે કે મેચ દરમિયાન જો કોઈ ખેલાડીને રમત દરમિયાન માથામાં ઈજા થઈ હોય તો તેના સ્થાને સબ્સ્ટિટ્યૂટ ખેલાડી સામેલ થઈ શકે છે. ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમનાર એશિઝમાં સબ્સ્ટિટયૂટ ખેલાડીઓ સંબંધિત એક નવો નિયમ લાગુ પડી શકે છે. કન્કશન ઇન્જરી થઇ હોય તો નવો ખેલાડી તેને રિપ્લેસ કરી શકે છે. માથામાં વાગ્યું હોય તે ઇજાને કન્કશન કહેવામાં આવે છે. જો કોઈને માથામાં વાગ્યું હોય તો નવા નિયમ મુજબ ટીમ તે ખેલાડીને રિપ્લેસ કરી શકે છે. આ નિયમમાં નોંધ લેવા જેવી વાત એ છે કે જો કોઈ બોલર ઇજાગ્રસ્ત થયો હોય તો બોલર જ તેને રિપ્લેસ કરી શકશે. ક્રિકેટની ભાષામાં તેને 'લાઈક ટુ લાઈક' રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે.
વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાને અને ઓસ્ટ્રેલિયાના એલેક્સ કેરીને માથામાં વાગ્યું હતું. ઈજાગ્રસ્ત થયા પછી અમલા મેદાનની બહાર જતો રહ્યો હતો. જ્યારે કેરીએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. કેરીએ બેન્ડેજ પહેરીને રમવાનું ચાલુ રાખ્યું હતું. બંને બેટ્સમેન ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચરની બોલિંગમાં જ ઈજાગ્રસ્ત થયા હતા. આ વર્ષે ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા ગઈ હતી ત્યારે કુસલ મેન્ડિસ અને દિમૂઠ કરુણારત્ને દોડતી વખતે ભટકાયા હતા. ત્યારે દિમૂઠને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન કન્કશન સબ્સ્ટિટયૂટની ચર્ચા થઇ હતી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે કન્કશન સબ્સ્ટિટયૂટને સમર્થન આપ્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલા 2016-17ની સીઝનમાં કન્કશન સબ્સ્ટિટ્યૂટના નિયમનો ઉપયોગ ડોમેસ્ટિક વનડે સીઝનમાં કર્યો હતો. તે પછી બિગ બેશ અને મહિલા બિગ બેશમાં પણ તેનો સમાવેશ થયો હતો. આઈસીસીના નિયમની પરવાનગી ન મળતા તે શેફિલ્ડ સિલ્ડ અને અન્ય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આનો ઉપયોગ કરી શક્યા ન હતા. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગઈ કાઉન્ટી સીઝનમાં આ નિયમને લાગુ પડ્યો હતો.
ધોનીના કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું પરિવારની ઈચ્છા છે કે..........
કર્ણાટક સંકટઃ કુમારસ્વામી આજે વિશ્વાસનો મત સાબિત કરશે, 11 કલાકે થશે શરૂ વિધાનસભા કાર્યવાહી
આવો છે ભારતનો વિન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ