મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મોડી રાત્રે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. બચ્ચન પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે. સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ ઐશ્વર્યા રાય બચ્ચન અને હેશટેગ જયા બચ્ચન ટ્રેન્ડ થઈ રહ્યું છે.

અભિષેક બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે, મારો અને મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હળવા લક્ષણોવાળા સાથે અમારા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા પરિવાર અને કર્મચારીઓનું તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું તમામને વિનંતી કરું છું કે ગભરાશો નહીં શાંત રહો. આભાર.

અમિતાભે બચ્ચને છેલ્લા 10 દિવસમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.

તેલંગાણામાં એમ્બ્યુલન્સના બદલે ઓટો રિક્ષામાં લઈ જવામાં આવ્યું કોરોના મૃતકનું શબ, જાણો વિગત

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત