એમએસ ધોની સાથે અજય દેવગને કરી મુલાકાત, તસ્વીર શેર કરીને લખી આ વાત
abpasmita.in | 09 Jan 2020 08:43 PM (IST)
બૉલિવૂડ એક્ટ્રર અજય દેવગને ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હી: બૉલિવૂડ એક્ટ્રર અજય દેવગને ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે મુલાકાત કરી હતી. અજય દેવગને આ મુલાકાતની તસ્વીર પણ ટ્વીટર પર શેર કરી છે. ધોની સાથેની તસ્વીર શેર કરીને તેમણે લખ્યું કે, “ક્રિકેટ અને ફિલ્મ... આપણા દેશને એકજૂટ કરનારો ધર્મ છે.” અજય દેવગન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયરના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાનાજી ફિલ્મને ઓમ રાઉતે નિર્દેશિત કરી છે. અજય દેવગન સાથે કાજોલ પણ છે. જે સાવિત્રીભાઈની ભૂમિકા ભજવી રહી છે. શરદ કેલ્કર શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.