નવી દિલ્હી: મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢની ભૂપેશ બધેલ સરકારે દીપિકા પાદૂકોણની ફિલ્મ છપાકને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી. ભૂપેશ બધેલે ફિલ્મ વિશે ટ્વિટ કરતા લખ્યું, સમાજમાં મહિલાઓ ઉપર તેજાબથી હુમલા કરવા જેવા જધન્ય અપરાધને દર્શાવતી અને આપણા સમાજને જાગૃત કરતી હિંદી ફિલ્મ છપાકને સરકારે છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે.


છત્તસીગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ફિલ્મ છપાકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત સાથે લોકોને આ ફિલ્મ જોવા માટે અપીલ પણ કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટમાં લખ્યું, પરિવાર સાતે ફિલ્મ જોવા જાઓ.

અભિનેત્રી દીપિકા પાદૂકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ગઈ હતી જેના કારણે ફિલ્મ વિવાદમાં ઘેરાઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફિલ્મના સમર્થનમાં ઉભા છે, જ્યારે કેટલાક લોકો ફિલ્મ ન જોવાની અપીલ કરી રહ્યા છે. હવે કૉંગ્રેસની બે રાજ્ય સરકાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢએ ફિલ્મ છપાકને રાજ્યમાં ટેક્સ ફ્રી કરી છે.