પરિવાર સાથે ટ્રિપ પર નીકળ્યો અજય દેવગન, કાજોલે શેર કરી તસવીર
abpasmita.in | 27 Jun 2019 12:10 PM (IST)
એક યૂઝરે તસવીર પર કેમેન્ટ કરતાં લખ્યું, પરફેક્ટ ફેમિલી. ન્યાસા સુંદર લાગે છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટર અજય દેવગન પત્ની કાજોલ અને બાળકો સાથે ટ્રિપ પર છે. કાજોલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કાજોલ, અજય દેવગન, યુગ અને ન્યાસા દેવગન નજરે પડી રહ્યા છે. ફોટો શેર કરીને કાજોલે લખ્યું, "Grumbles, rumbles and potato chips... road trip. Finally!" ફોટોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે તસવીર પર કેમેન્ટ કરતાં લખ્યું, પરફેક્ટ ફેમિલી. ન્યાસા સુંદર લાગે છે. જ્યારે એક યૂઝરે યુગ ખૂબ ક્યુટ લાગે છે, કાજોલ મેમ તમે સુંદર લાગી રહ્યા છે, અજય સર પણ ગ્રેટ લાગી રહ્યા છે તેમ લખ્યું. ગત વર્ષે એક ઇવેન્ટમાં કાજોલે ખુલાસો કર્યો હતો કે, ન્યાસા અને યુગ માટે તે હિટલર મોમ હતી. તેણે કહ્યું હતું, હું હિટલર મા છું. એક કડક મા છું, અજય ખૂબ સારો અને કૂલ છે. પરંતુ તેને પણ લાગ્યું કે ક્યારેક કડક થવાની જરૂર છે. કાજોલ અને અજય તેમના બાળકો સાથે અવારનવાર વેકેશન માટે જાય છે.