ચંદીગઢમાં યુવતીએ ભર બજારે યુવકને સળિયાથી ફટકાર્યો, લોકો બનાવતાં રહ્યા વીડિયો
abpasmita.in | 27 Jun 2019 09:40 AM (IST)
પોલીસે મોહાલીની યુવતી શિતલ શર્મા (25)ની ધરપકડ કરી હતી. લોકો આ ઘટનાનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા.
ચંદીગઢઃ સડક પર કારને લઈ ઝઘડો કેટલો ઘાતક બની શકે છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. ઘટના ચંદીગઢના ટ્રિબ્યૂન ચોકની છે. મંગળવારે સાંજે 5.30 કલાકની આસપાસ એક છોકરીની કાર સાથે યુવકની સેન્ટ્રો કાર અથડાઈ હતી. જે બાજે યુવતી કારમાંથી સળિયો લઈને ઉતરી અને તમામ તાકાત લગાવીને છોકરા પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આશરે 10 મિનિટ સુધી યુવતીએ યુવક પર પ્રહાર કર્યો હતો. જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે મોહાલીની યુવતી શિતલ શર્મા (25)ની ધરપકડ કરી હતી. લોકો આ ઘટનાનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતા. G20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચ્યા PM, લાગ્યા મોદી-મોદીના નારા વર્લ્ડકપઃ આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટક્કર, જાણો કેવું રહેશે હવામાન અને કેટલા વાગે થશે ટોસ આ જાણીતી એક્ટ્રેસનું થયું નિધન, ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે નામ, જાણો વિગત ગુજરાતમાં ક્યારે પડશે ભારેથી અતિભારે વરસાદ, જુઓ વીડિયો