મુંબઈ: અજય દેવગનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર બોક્સ ઑફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મે 18 દિવસમાં 228 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મની સફળતા બાદ અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘મૈદાન’માં આવશે. આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે.


અજય દેવગને ‘મૈદાન’નું ટીઝર પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થશે. પોસ્ટરમાં ભારતીય ટીમ વરસતા વરસાદમાં કીચડમાં ફૂટબોલ સાથે નજર આવી રહી છે.


ફિલ્મ ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. તેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ કરી રહ્યાં છે અને બોની કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે રહ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.