વુહાન: ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ વાયરસની ચપેટમાં આવતા ચીનમાં આત્યાર સુધી 106 લોકોના મોત થઈ ચુક્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના 1300 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે દેશભરમાં કોરોના વાયરસના ચેપની પુષ્ટીના કેસની સંખ્યા ચાર હજારથી વધુ થઈ ગઈ છે. જ્યારે બીજી બાજુ સારવાર લઈ રહેલા 461 દર્દીઓની હાલત નાજુક છે.


ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે, સારવાર લઈ રહેલા લોકોમાંથી 461 લોકો સ્તિથિ નાજુક છે. આ વાયરસને સત્તાવાર રીતે 2019-NCPV કહેવામાં આવી રહ્યું છે.

સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ કહ્યું કે, સારવાર બાદ 51 લોકોની હાલતમાં સુધારો થયો છે. તે સિવાય કુલ 5794 લોકો સંદિગ્ધ દર્દી છે. જ્યારે આયોગે જણાવ્યું કે એવા કુલ 32799 લોકોની ઓળખ થઈ છે જે આ કોરોના વાયરસથી પીડિત લોકોના સંપર્કમાં હતા. તેમાંથી 30, 453ને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 583 લોકોને રવિવારે રજા આપી દીધી છે.

ચીન સિવાય થાઈલેન્ડમાં 7, જાપાનમાં 3, દક્ષિણ કોરિયામાં 3, અમેરિકામાં 3, વિયેતનામમાં 2, સિંગાપુરમાં 4, મલેશિયામાં 3, નેપાળમાં 1, ફ્રાન્સમાં 3 અને ઓસ્ટ્રેલિયામાં 4 લોકો આ વાયરસના ચેપી હોવાની પુષ્ટિ થઈ છે.

ગુજરાતના 20 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા, જાણો શું પડી રહી છે તકલીફ