મુંબઈઃ બોલીવુડ એક્ટર અજય દેવગન પોતાની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી જ પ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ અજય દેવગન પોતાની દીકરી ન્યાસાની સાથે દર્શન કરવા મંદિર પહોંચ્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, પરંતુ તસવીરો જોયા બાદ સોશિયલ મીડિયા પર ન્યાસા ફરી એકવાર ટ્રોલર્સનાં નિશાના પર આવી ગઈ છે.

અજય દેવગન પોતાની પુત્રી ન્યાસાની સાથે મંદિરમાં પહોંચે છે. અહીં તેમણે પુત્રી સાથે પૂજા કરી પરંતુ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને આ વાત પસંદ આવી ન હતી. હકીકતે યૂઝર્સે આ દરમિયાન ન્યાસાની ડ્રેસ પર સવાલો ઉભા કર્યાં.



એક યૂઝરે લખ્યું કે, ‘આ બાળકોને બિલકુલ મર્યાદા નથી કે મંદિરમાં પ્રવેશ કેવી રીતે કરીએ છીએ. આ ખરેખર ઘણું જ ચોંકાવનારું છે.’ એક યૂઝરે તો ન્યાસાને સવાલો કર્યાં છે કે તે મંદિર જઈ રહી છે કે આ કપડા પહેરીને જિમ? તે સિવાય કેટલાંય લોકોએ આવા બીજા કમેન્ટ કર્યાં છે.

કેટલાક યૂઝર્સ એવા પણ છે જેમણે ન્યાસાની ડ્રેસનો બચાવ કર્યો છે. ઘણા યૂઝર્સે લખ્યું કે, ‘મંદિર જવાનો કોઈ ડ્રેસ કોડ નથી હોતો, આ કારણે આને મુદ્દો બનાવવો ખોટું છે.’

અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી’ 10 ફેબ્રુઆરી 2020નાં રોજ રીલીઝ થશે અને આ સાથે તેનો ક્લેશ દીપિકા પાદુકોણની ‘છપાક’થી થશે. ફિલ્મમાં અજય દેવગન સાથે પત્ની કાજોલ પણ નજરે આવશે.