અક્ષયે ટ્વીટ કરીને અજય દેવગને અભિનંદન પાઠવ્યા, લખ્યું કે, "અમે આ ઇન્ડસ્ટ્રીમાં સાથે મળીને સફરની શરૂઆત કરી હતી... 30 વર્ષ પહેલા અને હાલમાં તને મજબૂતીથી આગળ વધતા જોયો છે."
અક્ષયે લખ્યું "તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'ની સાથે તમે સદી બનાવવાના છો, તમને ખુબ ખુબ અભિનંદન, આમ જ ચમકતા રહો મારા દોસ્ત."
શાહરૂખે અજય માટે લખ્યું કે, “મારા મિત્ર અજય દેવગનને 100 ફિલ્મો પુરી કરવાની શુભકામનાઓ. એક સાથે મૉટરસાયકલ પર સવાર થઇને... તમે એક લાંબો સફર કરી લીધો છે... આવી જ બેસ્ટ ફિલ્મો આપતા રહો.... 'તાનાજી' માટે શુભકામનાઓ''
અજય દેવગનની સિદ્ધિને પત્ની કાજોલે પણ વખાણી, તેને લખ્યું, “કહાનીઓ આપણને પ્રેમ, દુઃખ, જશ્ન, અનુભવ, વિશ્વાસ, સપનાઓ સાથે મળાવે છે. 30 વર્ષ અને 100 ફિલ્મો અને ઘણીબધી કહાનીઓ. અજય દેવગનની 100 ફિલ્મો.”
ઉલ્લેખનીય છે કે, બૉલીવુડનો સ્ટાર એક્ટર અજય દેવગન 100 ફિલ્મો પુરી કરનારા સ્ટાર્સના ક્લબમાં સામેલ થઇ ગયો છે.