મુંબઈઃ બોલિવૂડ સિંગર લતા મંગેશકરને સોમવારે તબિયત ખરાબ હોવાના કારણે બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુએમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 29 સપ્ટેમ્બરે 90 વર્ષના થયેલા ગાયિકાને શ્વાસની તકલીફ પડતી હતી. જો કે હાલમાં તેમની તબિયત પહેલા કરતા સ્થિર છે.


લતા મંગેશકર પરિવારની ભત્રીજી રચનાએ જણાવ્યું કે તેમની તબીયત પહેલા કરતા વધારે સારી છે. તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર લતા મંગેશકરને કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

બોલિવૂડ સ્ટાર્સ પણ તેમની તબિયતમાં જલ્દી સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. હેમા માલિનીએ ટ્વીટ કરી લખ્યું કે લતાજી માટે પ્રાર્થના કરો કે તેઓ જલ્દી સારા થઈ જાય. તેઓ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે.


એક્ટ્રેસ શબાના આઝમીએ પણ ટ્વીટ કરી લતા જલ્દી સાજા થઈ જાય તેની દુઆ કરી છે.




માત્ર હિન્દી ભાષામાં જ 1,000થી વધારે ગીતોમાં પોતાનો અવાજ આપનારા લતા મંગેશકરને 2001માં દેશના સર્વોચ્ચા નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.