ડ્રેસને કારણે ટ્રોલ થઈ આ એક્ટરની દીકરી, યૂઝર્સે કહ્યું- ‘ઓ તેરી...આ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.’
મુંબઇ એરપોર્ટ પરનાં તેનાં લૂકને ખૂબજ ટ્રોલ કરવામાં આવ્યો હતો. સ્ટાર કિડ હોવાને કારણે તે અજુગતી ફેશન કરવામાં અચકાતા નથી પણ ક્યારેક તેમને આ સમયે વખાણ નહીં પણ ટીકા સહન કરવી પડતી હોય છે. ન્યાસની આ તસવીર પર એક યૂઝરે લખ્યું- ‘ઓ તેરી...આ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે.’ તો બીજા યૂઝરે લખ્યું- આને શું થયું, આ કેવો ડ્રેસ પહેર્યો છે.
કાજોલ થાઇલેન્ડ વેકેશનની તસવીરો શેર કરતી રહેતી હતી. મુંબઇ એરપોર્ટ પર જ્યારે અજય-કાજોલની દીકરી ન્યાસા પહોંચી તો તેણે શોર્ટ હૂડી ટોપ પહેર્યુ હતું. ન્યાસાએ થાઇલેન્ડમાં મોનોકોની પણ પહેરી હતી જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.
મુંબઈઃ કાજોલ અને અજય દેવગન હાલમાં જ પરિવારની સાથે વેકેશન પરથી પરત ફર્યો છે. ત્યારે કાજોલની દીકરી ન્યાસાની સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તે શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.