આ પહેલા ફિલ્મે રિલીઝના પ્રથમ વિકેંડ પર 61.93 કરોડની શાનદાર કમાણી કરી હતી. ફિલ્મની ઓપનિંગની વાત કરવામાં આવે તો રિલીઝના પ્રથમ દિવસે 15.10 કરોડની કમાણી કરી હતી. બાદમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સતત સારૂ પ્રદર્શન કરી રહી છે.
અજય દેવગનની ફિલ્મે સોમવારે 13.75 કરોડ, મંગળવારે 15.28 કરોડ અને બુધવારે 16.72 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે કુલ 6 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.