નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર ઓપ્પોએ ભારતમાં પોતાનો સૌથી દમદાર સ્માર્ટફોન Oppo F15 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો આ ફોન પાતળો છે અને આનુ વજન 172g છે. ફોનમાં VOOC 3.0 Flash Charge આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આને 5 મિનીટ ચાર્જ કરીને 2 કલાક સુધી વાતો કરી શકાય છે.


ઓપ્પો F15ની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને તમે બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો. ઇ-કોમર્સ વેબસાઇટ પર પ્રી ઓર્ડર શરૂ થઇ ગયા છે અને 24 જાન્યુઆરીથી આનુ વેચાણ શરૂ થશે.

Oppo F15 સ્પેશિફિકેશન્સ....
આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં તમને 8GB રેમની સાથે 128GBની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં મળશે. આ સ્માર્ટફોન MediaTek Helio P70 કામ કરે છે.

ફોટોગ્રાફી માટે ફોનમાં ચાર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 8 મેગાપિક્સલનો, ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો અને ચોથો કેમેરો પણ 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.



ઓપ્પો F15ની બેટરી 4,000mAhની છે અને આની સાથે VOOC 3.0 ફ્લેશ ચાર્જનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપની આ સ્માર્ટફોનની સાથે VOOC 3.0 ફાસ્ટ ચાર્જ પણ આપી રહી છે.

ઉપરાંત ફોનમાં કનેક્ટિવિટી માટે USB Type C સહિત હેડફોન જેક, વાઇફાઇ, અને બ્લૂટૂથ સહિતની ફેસિલિટી આપવામાં આવી છે.