મુંબઈ: અજય દેવગન, સૈફ અલી ખાન અને કાજોલની ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ પર તીજા સપ્તાહે પણ બમ્પર કમાણી કરી રહી છે. બે મોટી ફિલ્મ કંગના રનૌતની પંગા અને વરૂણ ધવન-શ્રદ્ધાની સ્ટ્રીટ ડાન્સર 3Dની રિલીઝ છતાં ફિલ્મની કમાણી પર કોઈ અસર નથી પડી રહી.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વિટ મુજબ ત્રીજા સપ્તાહના પ્રથમ દિવસ શુક્રવારે 5.38 કરોડની કમાણી કરી હતી. બાદમાં ફિલ્મે બીજા દિવસે શનિવારે 9.52 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે રિલીઝના 16 દિવસમાં કુલ 212.35 કરોડની કમાણી કરી લીધી છે.




અજયની તાનાજીએ 17.90 કરોડની કમાણી સાથે ઘણી મોટી ફિલ્મોની પાછળ છોડી દીધી છે. ત્રીજા સપ્તાહના પ્રથમ બે દિવસમાં સલમાનની બજરંગી ભાઈજાન 11.40 કરોડ, સુલ્તાન 5.95 કરોડ, ટાઈગર જિંદા હૈ 9.34 કરોડ અને રણબીર કપૂરની સંજૂ 12.17 કરોડ, વિકી કૌશલની ઉરી 14.15 કરોડ, શાહિદની કબીરસિંહ 12.91 કરોડ અને અક્ષયની ગુડ ન્યૂઝ 5.13 કરોડ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.