અજય દેવગનની ફિલ્મ 'તાનાજી'ની બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી, 200 કરોડ ક્લબમાં સામેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2020 12:32 PM (IST)
બોલીવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરતા 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરતા 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી છે. એટલું જ નહી તાનાજી અજય દેવગનના કરિયરની સૌથી વધુ કલેક્શન કરતી ફિલ્મ બની ગઈ છે. 200 કરોડ ક્લબમાં સામેલ તાનાજી 2020ની પ્રથમ ફિલ્મ બની ગઈ છે. ટ્રેડ રિપોર્ટ્સ મુજબ, શુકવારે સાંજે તાનાજી ફિલ્મે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મે ત્રીજા શુક્રવારે 5.38 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ તાનાજીનું નેટ કલેક્શન 202.83 કરોડ પહોંચી ગયું છે. અજય દેવગનના કરિયરની આ બીજી ડબલ સેન્ચૂરી છે. 2017માં આવેલી ગોલમાલ અગેન ફિલ્મે 205.72 કરોડનું કલેક્શન કર્યું હતું. સ્ક્રીન ડિસ્ટ્રિબ્યૂશનની વાત કરવામાં આવે તો ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ને ભારતમાં કુલ 3880 સ્ક્રિન્સ મળ્યા હતા જેમાં 2ડી અને 3ડી બંન્ને ફોર્મેટ સામેલ છે. પ્રથમ દિવસે જ ફિલ્મે 15.10 કરોડની કમાણી કરી હતી. 'તાનાજી'માં એક્ટર અજય દેવગનની સાથે સાથે તેની પત્ની કાજોલ અને સાથે સૈફ અલી ખાન મુખ્ય રૉલમાં છે.