નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે પ્રથમ ટી20 મેચ ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાઈ. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 204 રન બનાવ્યા હતા. જે ટીમ ઈન્ડિયાએ સરળતાથી ટાર્ગેટ મેળવી લીધો હતો. ટીમ ઇન્ડિયા માટે કેએલ રાહુલે 56 રન, વિરાટ કોહલીએ 45 રન અને શ્રેય અય્યરે 58 રન બનાવ્યા હતા. મેચમાં કંઈક એવું થયું જે જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. રોહિત સર્માએ બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો અને બધાને ચોંકાવી દીધા હતા.


ભારતને પ્રથમ ટી-20 મેચમાં પ્રથમ સફળતા શિવમ દૂબેએ અપાવી. તેણે માર્ટિન ગપ્ટિલને આઉટ કર્યો. તેમા કોઇ શંકાને સ્થાન નથી કે આ વિકેટ શિવમ દૂબેના ખાતામાં ગઇ પરંતુ તેની આ વિકેટમાં રોહિત શર્માની ભૂમિકા મહત્વની હતી.


રોહિત શર્માએ મિડવિકેટ પર માર્ટિન ગપ્ટિલનો જોરદાર કેચ પકડ્યો. તેણે આ કેચ બાઉન્ડ્રી લાઇનની નજીક આવીને કર્યો. બોલ રોહિત શર્માના માથા ઉપરથી જઇ રહ્યો હતો. રોહિત ઉછળ્યો. ત્યારે જ તેણે જોયુ કે તેનો પગ બાઉન્ડ્રીને ટચ કરી શકે છે. રોહિતે તરત જ બોલને હવામાં ઉછાળી દીધો અને પોતાનું સંતુલન જાળવી રાખ્યુ. પછી બાદમાં ફરીથી બોલને પકડી લીધો. રોહિત શર્માનો આ કેચ ખુબ જ જલ્દી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. લોકો તેની આ તસવીરો શેર કરવા લાગ્યા.