સંગીત દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકસાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે ‘વક્ત’ ફિલ્મના સોંગ પર ‘એ મેરી જોહરા જબી’ પર ડાન્સ કર્યો હતો.
આ દરમિયાન તેમણે આપીને પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. ડાન્સ દરમિયાન આ કપલ બહુ જ ખૂશ જોવા મળ્યું હતું. જ્યારે ઓડિયન્સે પણ તેમના ડાન્સને બહુ જ એન્જોય કર્યો હતો. મુકેશ અંબાણીએ વાઈટ પાયજામોની સાથે કુર્તો અને તે જ કલરની સીક્વિન જેકેટ પહેર્યું હતું. જ્યારે નીતા અંબાણીએ વાઈટ લહેંગામાં જોવા મળ્યાં હતાં. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
આ સાથે જ મુકેશ અંબાણીનો ડાન્સ કરતો હોય તેવો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં મુકેશ અંબાણી શ્લોકા મહેતાની માતા સાથે ડાન્સ કરી રહ્યા છે. પહેલીવાર મુકેશ અંબાણી પોતાના સંબંધી સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતાં.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ ગયા વર્ષે ગોવામાં થઈ હતી અને હવે 9 માર્ચે બન્નેના મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન યોજાશે. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે આમિર ખાન, આલિયા ભટ્ટ, કરણ જોહર સહિત બોલિવૂડની તમામ મોટી હસ્તીઓ આવશે.