મુંબઈ: શનિવારે દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્રનગ્રંથીથી જોડાયા હતાં. આ પ્રસંગે નીતા અંબાણીએ પોતાના હાથમાં ગણપતિજીની પ્રતિમા રાખી હતી, જેને રામન દીવો કહેવામાં આવે છે. ગણપતિજીની પ્રતિમા સાથે આમાં એક દીવો પણ મુકવામાં આવે છે. માનવામાં આવે છે કે, આને લઈ દુલ્હાની સાથે ચાલવાથી તેને ખરાબ નજર લાગતી નથી અને કોઈ પણ વિઘ્ન વગર વિધિ પૂર્ણ થાય છે.



ઈશા પિરમાલએ ભાઈ આકાશના લગ્નમાં લૂણ ખખડાવતી જોવા મળી હતી. આ જોઈને સૌ મહેમાનો કૂતુહલ ફેલાઈ ગયું હતું અને આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ગુજરાતી લગ્ન વિધિમાં બહેન આનો ઉપયોગ કરી ભાઈ સાથે મજાક-મસ્તી કરી પરેશાન પણ કરે છે.



વરમા નીતા અંબાણી હાથમાં રામણ દીવડો લઈને ઊભા હતા અને પૂરા પરિવાર સાથે તેમણે ફોટા પડાવ્યા હતા. રામણ શબ્દનો અર્થ વિઘ્ન થાય છે. વિઘ્નો બાળી નાખતો દીવો એટલે રામણ દીવડો. ગુજરાતી લગ્નોમાં વરની માતા અથવા જે વરમા બન્યા હોય તે રામણ દીવડો લઈને ચાલે છે.



અંબાણી પરીવાર જાન લઈ રવાના થયા પહેલા આકાશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક અને પોતાના દાદા ધીરૂભાઈ અંબાણીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ જાનૈયાઓ જાન લઈને રવાના થયા હતાં.