મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની હાલમાં રિલીઝ થયેલી 'ગુડ ન્યૂઝ' બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. અક્ષય-કરીનાની આ ફિલ્મે અત્યાર સુધીમાં 150 કરોડ કરતા વધારે કમાણી કરી લીધી છે. ફિલ્મ ગુડ ન્યૂઝની સફળતા બાદ અક્ષય કુમારે બોલિવૂડમાં એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે. બોલીવૂડમાં અક્ષય પ્રથમ એવો અભિનેતા છે કે જેમણે એક વર્ષમાં બોક્સ ઓફિસ પર 700 કરોડથી વધુની કમાણી કરી છે.
અભિનેતા અક્ષય કુમાર આ વર્ષે ચાર ફિલ્મોની 740 કરોડની કમાણી સાથે પ્રથમ ક્રમે છે. બોલીવૂડમાં રણવીર સિંહ બે ફિલ્મોમાં 542.46 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા ક્રમે છે. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન બે ફિલ્મોમાં 530.50 કરોડ રૂપિયાની કમાણી સાથે ત્રીજા ક્રમ પર છે. માત્ર એક જ ફિલ્મમાં 510 કરોડની કમાણી સાથે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ ચોથા નંબર પર છે. બે ફિલ્મોમાં 464.85 કરોડની કમાણી સાથે ઋતિક રોશન પાંચમાં ક્રમ પર છે.
સાઉથ સ્ટાર પ્રભાસ એક માત્ર એવો એક્ટર છે, જેણે માત્ર એક ફિલ્મના દમ પર વર્ષમાં 500 કરોડથી વધુ કમાણી બોક્સ ઓફિસ પર કરી હતી.
અક્ષય કુમાર બોક્સ ઓફિસ પર એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેતા બન્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jan 2020 08:07 PM (IST)
સાઉથ સ્ટાર પ્રભાસ એક માત્ર એવો એક્ટર છે, જેણે માત્ર એક ફિલ્મના દમ પર વર્ષમાં 500 કરોડથી વધુ કમાણી બોક્સ ઓફિસ પર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -