નવી દિલ્હીઃ વર્ષ 2012ના નિર્ભયા ગેંગરેપ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતો (અક્ષય, મુકેશ, વિનય અને પવન) સામે ડેથ વોરંટ જાહેર કર્યું હતું. આ ચારેય આરોપીને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. આ પહેલા પટિયાલા કોર્ટના જજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચારેય દોષિતો સાથે વાત કરી હતી. આ દરમિયાન મીડિયાને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને આરોપી મુકેશની માતા કોર્ટમાં જ રડી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે નિર્ભયા મામલે ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને પહેલા જ ફાંસીની સજા જાહેર થઈ ચુકી છે.


નિર્ભયાની માતા આશા દેવીએ કોર્ટના ફેંસલા બાદ કહ્યું, મારી પુત્રીને ન્યાય મળ્યો છે. 4 ગુનેગારોને ફાંસી આપવાથી દેશની મહિલા સશક્તિકરણ થશે. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત થશે.


2012ની દિલ્હી ગેંગરેપની પીડિતા નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, હું કોર્ટના નિર્ણયથી ખુશ છું. દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવામાં આવશે; આ નિર્ણય આવા ગુનાઓ કરનારા લોકોમાં ભય પેદા કરશે.


આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી કરવામાં આવી હતી. સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા.


INDvSL: બીજી T20માં આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે ભારત

 IND v SL: આજે બીજી T 20,  જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ