નવી દિલ્હીઃ બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં કામ કરવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં મુંબઈ આવે છે. તેમાંથી ઘણાં સફળ થાય છે તો ઘણાંને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. આવા જ એક એક્ટર સવી સિદ્ધૂ હાલમાં ચર્ચામાં છે, જેણે પોતાનું ગુજરાન ચલાવવા માટે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરવી પડી રહી છે.



સવી સિદ્ધુનું આખુ નામ ત્રિલોચન સિંહ સિદ્ધુ છે. તેણે અક્ષય કમુરની સાથે ફિલ્મ 'પટિયાલા હાઉસ'માં કામ કર્યુ છે. તેણે એક એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુંમાં તેની ખરાબ આર્થિક સ્થિતિ અંગે વાત કરી હતી. સવીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. લખનૌથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ચંદીગઢથી ગ્રેજ્યુએશન કર્યું. આ ગાળામાં મોડેલિંગની ઑફર મળી. ત્યાર બાદ લૉની ડીગ્રી લીધા પછી તે લખનૌ પાછો આવ્યો અને થિયેટરમાં એક્ટિંગ કરવાની શરૂ કરી. જ્યારે તેના ભાઈની નોકરી એર ઈન્ડિયામાં લાગી તો તેના માટે મુંબઈ આવવું આસાન થઈ ગયું. મુંબઈ આવીને તેણે પ્રોડ્યુસર્સને મળવાનું શરૂ કર્યું.



તે વચ્ચે તે અનુરાગ કશ્યપને મળ્યો. અને તને 'પાંચ' ફિલ્મ મળી. જે સિનેમાઘરમાં રિલીઝ ન થઇ. જે બાદ તેને નાના-નાના રોલ મળવા લાગ્યો. કામની કમી ન હતી. ઘણી વખત તો તે કામ માટે ના પાડતો. બહાના બનાવતો કે તેની તબિયત ઠીક નથી. પણ તે બાદ કામ મળવાનું બંધ થયુ અને જેને કારણે આર્થિક અને બાદમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવા લાગી.



સવીએ કહ્યું કે, હાલમાં મારા જીવનનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. મારી પત્ની મેં ગુમાવી દીધી. બાદમાં મા-બાપ અને સાસુ-સસરા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે હું સાવ એકલો રહી ગયો છે. હું ચોકીદારીનું કામ કરું છું તેનું કહેવું છે કે, તેની પાસે બસ ભાંડાના પણ પૈસા નથી કે તે જઇને કોઇ ડિરેક્ટરને પણ મળી શકે.