મુંબઇઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) કોરોના સંક્રમિત (Coronavirus) થઇ ગયો છે. આ વાતની જાણકારી તેને ખુદ ટ્વીટ કરીને આપી. અક્ષય હાલ પોતાની આગામી ફિલ્મ રામસેતુનુ શૂટિંગ કરી રહ્યો હતો. આવામાં તેની ટીમના અન્ય સભ્યોનો પણ કોરોના ટેસ્ટ (Mumbai Coronavirus) કરવામાં આવ્યો, જેમાં લગભગ 45 જૂનિયર આર્ટિસ્ટ (crew members corona) પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇના જનરલ સેક્રેટરી અશોક દુબેએ આ વાત જાણકારી આપી. અશોકે કહ્યું કે, રામસેતુનુ (Ram Setu Movie) શૂટિંગ પુરેપુરી સુરક્ષાની સાથે કરવામાં આવી રહ્યું હતુ, આ એકદમ દુઃખદ છે કે છતાં 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત નીકળ્યા છે, અને તેમને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. 


અક્ષય કુમારના પ્રૉડક્શન હાઉસ કેપ ગુડ ફિલ્મ્સ અને વિક્રમ મલ્હોત્રાના અબુંદંતિયા એન્ટરટેન્ટમેન્ટે આ વાતનુ પુરેપુરી ધ્યાન રાખ્યુ હતુ, કે કોઇ ઢીલ ના રહે અને સેટ પર આવતા પહેલા તમામ આર્ટિસ્ટ્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુલ 100માંથી જે 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના સંક્રમિત થયા છે, તેમને તાત્કાલિક મેડિકલ મદદ આપવામાં આવી છે. 


કોરોના ટેસ્ટ પર ખર્ચ્યા લાખો રૂપિયા...
સ્પૉટબૉયના એક નજીકના સુત્રોએ જણાવ્યુ કે - તાજેતરમાં જ થોડાક દિવસો પહેલા જ તમામ આર્ટિસ્ટનો કોરોના ટેસ્ટ કરાવવવામા આવ્યો હતો. જે લોકો આ ટેસ્ટમાં નેગેટિવ ન હતા, તેમને આઇસૉલેટ કરી દેવામાં આવ્યા હતા, અને એટલુ જ નહીં કોઇ સેટ પર સારુ ના અનુભવતુ હોયો તો તેને તરતજ આઇસૉલેટ કરી દેવામાં આવતા હતા. તમને સૌથી વધુ સંખ્યામાં પીપીઇ કીટ પણ રામસેતૂના સેટ પર મળશે. લાખો રૂપિયા ફક્ત કોરોના ટેસ્ટ અને આઇસૉલેશન પર ખર્ચ કરવામાં આવ્યા છે. 


રામસેતૂમાં અક્ષય કુમારની સાથે જેકલિન ફર્નાન્ડિઝ અને નુસરત ભરુચાની જોડી દેખાશે. ફિલ્મના શૂટિંગ પહેલા અક્ષય કુમારે મંદિરમાં જઇને પૂજા કરી હતી. જોકે હાલ તે કોરોનાથી સંક્રમિત થઇ ગયો છે તો હાલ શૂટિંગ પર વિરામ લગાવી દેવામાં આવ્યો છે.