બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. વધુ એક અભિનેતા કોરોના સંક્રમિત થયા છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને સંક્રમિત હોવાની જાણકારી આપી છે.


અક્ષય કુમારનું નિવેદન


અક્ષય કુમારે કહ્યું કે, ‘આપ સૌને જાણકાર આપવા માંગુ છું કે, આજે સવારે મારો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પ્રોટોકોલનું પાલન કરતા મેં ખુદને આઇસલેટ કરી દીધી છે. હું ઘરમાં ક્વોરોન્ટાઇન છુ અને બધી જ જરૂરી મેડિકલ કેર લઇ રહ્યો છું. આપમાંથી કોઇ મારા સંપર્કમાં આવ્યા હો તો ઝડપથી ટેસ્ટ કરાવી લેવો, હું બહુ ઝડપથી રિકવર થઇને બહાર આવીશ”



રામસેતુનુ શૂટિંગ


અક્ષય કુમાર હાલ તેમની અપકમિંગ ફિલ્મ રામસેતૂનું શૂટિંગ કરી રહ્યાં છે.  હાલ શૂંટિગ પર બ્રેક લાગી ગઇ છે અને તેઓ ક્વોરોન્ટાઇન થયા છે. અક્ષય કુમારે સંપર્કમાં  આવેલા બધા જ લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે. થોડા દિવસ પહેલા અક્ષય કુમારે રામસેતુનો તેમનો લૂક શેર કર્યો હતો.


આમિર ખાન, રણબીર કપૂર  બાદ અક્ષય કૂમારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડના અનેક સેલેબ્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે. રણબીર કપૂર, આમિર ખાન, સતિશ કૌશિક,. સંજય ભણશાલી, અમિતાભ બચ્ચન. કાર્તિક આર્યન સહિતના કેટલાક સેબેલ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે. આજે અભિનેતા અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ટવિટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે.