મુંબઇઃ દેશમાં અત્યારે કોરોના મહામારી (Covid-19) ઝડપથી ફેલાઇ રહી છે. દિવસે દિવસે કેસોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવી રહ્યો છે. સરકાર માટે આના પર કાબુ મેળવવો પડકાર બની ગયો છે, ત્યારે કેટલાક રાજ્યોએ લૉકડાઉન (Lockdown) તો ક્યાંક કર્ફ્યૂ (Curfew) જેવી પાબંદીઓ લગાવી દીધી છે. એટલુ જ નહીં કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ કોરોના કાળમાં સેવા માટે આગળ આવી છે, આમાં એક છે ગૌતમ ગંભીર ફાઇન્ડેશન (Gautam Gambhir Foundation). લોકોની સેવા કરતી ગૌતમ ગંભીરની સંસ્થાને બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે (Akshay Kumar) 1 કરોડ રૂપિયાનુ દાન (One Crore Rupees Donated) કર્યુ છે. ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 


ગૌતમ ગંભીરે (Gautam Gambhir) ટ્વીટ કરીને આના માટે અક્ષય કુમારનો (Actor Akshay Kumar) આભાર માન્યો છે. ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું- આ સમયમાં દરેક મદદ આશાનુ એક કિરણ છે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશન માટે એક કરોડ રૂપિયાની સહયતા રકમ આપવા માટે આભાર. આનાથી જરૂરિયાત મંદો માટે, ખાવાનુ, ઓક્સિજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવશે.  ગૌતમ ગંભીરની સંસ્થા ગરીબો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરે છે. 



અક્ષય કુમારે ગંભીરના આ ટ્વીટનો રિપ્લાય કર્યો છે. અક્ષયે લખ્યું- આ ખરેખરમાં બહુ જ મુશ્કેલ સમય છે, મને આનંદ છે કે હું મદદ કરી શકુ છુ. આશા છે કે અમે જલ્દી જ આ સમયમાંથી બહાર આવીશું. સુરક્ષિત રહો....



અક્ષય કુમારના આ પગલાની લોકો ટ્વીટર પર ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે. અન્ય એક્ટરોને પણ આનાથી સીખ લેવાની સલાહ આપી રહ્યાં છે. હમણાં થોડાક દિવસો પહેલા જ અક્ષય કુમાર કોરોના સંક્રમિત થઇ ગયો હતો. તેને ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ દ્વારા ખુદ કોરોના સંક્રમિત થયો હોવાની વાત કહી હતી. બાદમાં તબિયત બગડતી જોઇને તેને હૉસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.