સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હાલત અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં કોરોનાની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે, જ્યારે સુરતમાં પણ કેસની સંખ્યા એક લાખને પાર થઈ છે. રાજ્યના બે મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે.


સુરતમાં શનિવારે કોરોનાના (Surat Coronavirus Cases) 2726 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી સિટીમાં 2361 કેસ નોંધાવાની સાથે કુલ આંક 80,088 પર પહોંચ્યો છે. જ્યારે ડિસ્ટ્રીક્ટમાં વધુ 365 કેસ સાથે આંક 22,438  પર પહોંચ્યો છે. આમ કુલ પોઝિટિવ કેસનો આંકડો 1,02,526 થયો છે. અત્યાર સુધીમાં સુરત સિટીમાં 1295 અને ડિસ્ટ્રિક્ટમાં 323 મળી કુલ1618 લોકોને કોરોના ભરખી ગયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 21,336 છે અને કુલ 79,572 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે.  આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો (Active Cases) આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.


ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 92,99,215 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 18,71,782 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ  1,11,70,997 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.