ત્રીજી અને ચોથા નંબરની ટીમ એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમની વચ્ચે એલિમિનેટર મેચ 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં રમાશે.
બીજી ક્વોલિફાયર મેચ 10 મેના રોજ પ્રથમ ક્વોલિફાયરની હારેલ ટીમ અને એલિમિનેટરની જીતેલ ટીમની વચ્ચે રમાશે. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. જ્યારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં વિજેતા બનેલી ટીમ સીથી જ ફાઈનલમાં સ્થાન મેળવી લેશે.
પ્રથમ ક્વોલિફાયર મેચ (7 મે) ચેન્નઈમાં રમાશે. એલિમિનેટર (8 મે) અને ક્વોલિફાયર 2 (10 મે)ના રોજ વિખાશાપટ્ટનમમાં રમાશે, જ્યારે ફાઈનલ હૈદ્રાબાદમાં 12 મેના રોજ રમાશે.
નોંધનીય છે કે, આઈપીએલના તમામ મેચ કરતાં પ્લેઓફમાં રમાનાર મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આઈપીએલની મેચો સાંજે 8 કલાકે શરૂ થતી હોય છે પરંતુ પ્લેઓફની તમામ મેચો અડધી કલાક વહેલી એટલે કે 7-30 કલાકે શરૂ થશે. જે સ્ટાર સ્પોર્ટ્સની તમામ ચેનલો પર લાઈ જોઈ શકાશે.