અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'ની શાનદાર ઓપનિંગ, પ્રથમ દિવસે જ કરી આટલા કરોડની કમાણી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Aug 2019 05:22 PM (IST)
ફિલ્મ 'મિશન મંગલ'ને ભારતીય મલ્ટિપ્લેક્સમાં આશરે 3100 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. મિશન મંગલમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા અને કીર્તિ કુલહરી મુખ્ય ભૂમિકામાં છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મ 'મિશન મંગલ'ની પ્રથમ દિવસની કમાણી 29.16 કરોડ છે. આ કમાણી ફક્ત ભારતના બોક્સ ઓફિસની છે.આ ફિલ્મે અક્ષય કુમારની તમામ જૂની ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ 'મિશન મંગલ'ને ભારતીય મલ્ટિપ્લેક્સમાં આશરે 3100 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. મિશન મંગલમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હા અને કીર્તિ કુલહરી મુખ્ય ભૂમિકામાં છે. મિશન મંગલે પ્રથમ દિવસને 29.16 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ઈસરોના અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની કહાવી પર આધારિત છે. આ ફિલ્મમાં ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા કઈ રીતે વિપરીત પરિસ્થિતિમાં મંગલ ગ્રહ પર મંગળયાન મોકલવામાં આવ્યું, તેને દર્શાવવામાં આવ્યું છે.