બીસીસીઆઇએ શાસ્ત્રીની સાથે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઈકલ હેસ્સન, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી તેમજ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કોચ અને વિન્ડિઝના ધુરંધર ખેલાડી ફિલ સિમોન્સને ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રોબિન સિંઘ અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ લાલચંદ રાજપુતનો સમાવેશ થાય છે.
અત્યારે રવિ શાસ્ત્રી ભારતનો હેડ કોચ બનવા હોટ ફેવરિટ છે. તે અત્યારે ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ છે, આ ટુર પછી તેનો કરાર સમાપ્ત થાય છે. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ છે. ક્રિકેટ એડવાઈઝરીની કમિટી ઇન્ટરવ્યૂ લીધા પહેલા કોહલીના ઇનપુટ્સ લે તેવી શક્યતા ઉજળી છે. તેઓ સ્કાઇપે દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેશે.