મુંબઈ: રોહિત શેટ્ટી નિર્દેશિત સૂર્યવંશીનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારની આ એક્શન ફિલ્મમાં આ વખતે સિંઘમ અને સિંબા પણ જોવા મળશે. જ્યારે અક્ષય કુમાર સાથે એક્ટ્રેસ કેટરિના કૈફની કેમેસ્ટ્રી ફરી એક વખત ફેન્સને જોવા મળશે. અક્ષય કુમારના ફેન્સ ફિલ્મ સૂર્યવંશીના ટ્રેલરની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ટ્રેલરમાં સૂર્યવંશીની સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે. ચાર મિનિટ લાંબા ટ્રેલરમાં દમદાર સંવાદો સાથે અક્ષય કુમાર ધમાકેદાર એક્શન કરતો જોવા મળ્યો છે. મુંબઈમાં મોટો આતંકી હુમલો થવાનો છે અને તેને ટાળવા માટે અક્ષયની મદદ લેવામાં આવી છે. ટ્રેલરમાં અક્ષય એક્ટર રણવીર સિંહ તથા અજય દેવગન સાથે મળીને આતંકી હુમલામાંથી મુંબઈને બચાવવાનો પ્રયાસ કરે છે. ટ્રેલરમાં કેટરીના કૈફ પણ જોવા મળી છે.


અક્ષય કુમાર અને કેટરીના કૈફે આ પહેલા નમસ્તે લંડન, સિંઘ ઈઝ કિંગ, દે દના દન, વેલકમ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મને સાજીદ-ફરહાદે લખી છે અને રોહિત શેટ્ટી, કરન જોહરને પ્રોડ્યૂસ કરી છે.

ફિલ્મમાં અક્ષય-કેટરીના ઉપરાંત ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, નિહારિકા રાયઝાદા, જેકી શ્રોફ, સિકંદર ખેર, નિકીતીન ધીર તથા વિવાન ભતેના છે. ફિલ્મમાં અજય દેવગન તથા રણવીર સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે.