નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બે ટેસ્ટ મેચની સીરિઝમાં 0-2થી હાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં ભડક્યો હતો. કોહલીને પત્રકારે પૂછ્યું કે શું મેદાન પર તેણે પોતાની આક્રમકતા ઘટાડવાની જરૂરત છે. કોહલીને આ સવાલ પસંદ ન આવ્યો અને તે પત્રકાર પર જ ભડકી ઉઠ્યો હતો.

રવિવારે બીજા દિવસે કેન વિલિયમસન અને ટોમ લોથમ આઉટ થયા બાદ કોહલી આક્રમકતાની સાથે સેલિબ્રેટ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય કેપ્ટન દર્શકો  તરફ ઈશારો કરતાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ શમીએ ટોમ લોથમને આઉટ કર્યો હતો.



એક પત્રકારે  કહોલીને પૂછ્યું કે શું તેમણે ટીમ માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે પોતાની આક્રમકતા પર નિયંત્રણ લાવવું જરૂરી છે. તેના પર કોહલી ભડક્યો હતો. તેણે કહ્યું, “તમને શું લાગે છે? હું તમને આ સવાલનો જવાબ પૂછું છું. તમને બરાબર રીતે જાણવાની જરૂરત હતી કે થયું શું તું, ત્યાર બાદ એક સારા સવાલ સાથે આવવું જોઈએ. મેં મેચ રેફરી સાથે વત કરી લીધી છે. તમે અડધી જાણકારી સાથે અહીં ન આવી શકો. આભાર.”

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં કોહલીનું ખરાબ ફોર્મ જોવા મળ્યું. આખા પ્રવાસમાં તે માત્ર એક વખત જ 50નો આંકડો પાર કરી શક્યો. ટેસ્ટ સીરીઝમાં તો કોહલી 20 રન પણ ન બનાવી શક્યો. ન્યૂઝીલેન્ડે બીજી સાત વિકેટે જીત મેળવી હતી.

આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડે ભારતની ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટવોશ કર્યો હતો. આ સીરિઝમાં જીત સાથે ન્યૂઝીલેન્ડના કુલ 180 પોઈન્ટ થઈ ગયા છે. ભારત 360 પોઈન્ટ સાથે હજુ પણ ટોપ પર છે.