બોલિવૂડ:અભિનેતા અજય દેવગણ તેમની ફિલ્મ “ભુજ ધ પ્રાઉડ ઓફ ઇન્ડિયા”ને લઇને આજકાલ ચર્ચામાં છે, આ ફિલ્મમાં તેમણે એરફોર્મ અધિકારીની ભૂમિકા અદા કરી છે. તેમણે એક કવિતા દ્રારા કરગિલ વિજય દિન પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Continues below advertisement



અજયની કવિતા સાંભળીને ભાવુક થયા અક્ષય કુમાર


દેશના જાબાંઝ સિપાહીના નામે અજય દેવગણે કવિતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે શહીદ જવાનની ભાવનાને વ્યક્ત કરી રહ્યાં છે. આ વીડિયો જયારે અક્ષય કુમારે જોયો તો તેમના આંસુ તે ન હતા રોકી શક્યા.  અક્ષયકુમારે આ વીડિયોને ટવિટ કરતા લખ્યું કે, ‘જ્યારે અસલ જિંદગીમાં ઇમોશન્સની વાત આવે છે તો હું અભિવ્યક્ત નથી કરી શકતો પરંતુ મારી આંખમાં આંસુ લાવી દીધા @અજય દેવગણ, મને ન હતી ખબર કે આપની અંદર એક કવિ પણ છે કઇ- કઇ વાતો પર દિલ જીતશો યાર” તેમણે આ સાથે હાર્ટ ઇમોજી પણ શેર કર્યું અન લખ્યું લવ યૂ સર..અભિનેતા અક્ષય કુમાર શહીદના આ અંતિમ ભાવને કવિતા રૂપે સાંભળીને રડી પડ્યાં અને અજય કુમારની શહીદોને શ્રદ્ધાજલિ આપવાની આ ભાવુક અનોખી રીતની પણ પ્રશંસા કરી અને તેમને ટવિટ કરીને અજય દેવગણના કામની પ્રશંસા કરી.



એક્ટર અજય દેવગણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ “ભુજ ધ પ્રાઉડ ઓફ ઇન્ડિયા” રીલિઝ માટે તૈયાર છે. વાયુસેનાના જાબાંઝ અધિકારી વિજય કાર્ણિક બન્યા છે. જેમને પાકિસ્તાન હુમલાના સમય 300 મહિલાની મદદથી એક એરબસ તૈયાર કરી હતી. તો બીજી તરફ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ બેલબોટલમાં રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમારીની ફિલ્મ બેલબોટમ 15 ઓગસ્ટે રિલીઝ થશે શકે છે.