India vs Sri Lanka 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટી20 સીરીઝની બીજી ટી20 રમાશે. રવિવારે રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરતાં શ્રીલંકાને 38 રનોથી માત આપી હતી. આજે બન્ને ટીમો મેચ જીતવા પુરેપુરી કોશિશ કરશે, શ્રીલંકા સીરીઝ બચાવવા તો વળી ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવવા માટે જીત મેળવવા પ્રયાસ કરશે.


શું કહ્યું પાકિસ્તાની ક્રિકેટરે


આ દરમિયાન પાકિસ્તાનના વિકેટ કિપર બેટ્સમેન કામરાન અકમલે શ્રીલંકામાં વર્તમાન ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા શિખર ધવનની પ્રશંસા કરી હતી. તેણે ધવનના શાંત વ્યવહાર અને લીડરશિપની તુલના પૂર્વ કેપ્ટન ધોની સાથે કરી હતી. અકમલે તેની યૂટ્યુબ ચેનલમાં કહ્યું, મને ધવનમાં ધોનીની ઝલક દેખાય છે. શ્રીલંકા સામે પ્રથમ ટી-20માં ધવને શાનદાર કેપ્ટનશિપ કરી. તેણે બોલિંગમાં સારું પરિવર્તન કર્યું અને ફિલ્ડિંગ પ્લેસિંગ પણ શાનદાર હતું. ધવન એક સારા કેપ્ટન જણાતો હતો. ધવનની કેપ્ટનશિપમાં ધોનીની છાપ જોઈ શકુ છું. જેવી રીતે ધોની મેદાન પર કૂલ રહેતો હતો તેવું જ ધવન પણ કરી રહ્યો છે.


શ્રીલંકાની જીત નિશ્ચિત લાગતી હતી પણ ધવને....


તેણે એમ પણ કહ્યું કે, ધવને દબાણાં સારા નિર્ણયો લીધા અને શ્રીલંકાની શાનદાર શરૂઆત બાદ પણ ગભરાયો નહીં. એક સમયે લંકાની જીત નક્કી લાગતી હતી ત્યારે તેણે બોલિંગમાં બદલાવ કરીને 38 રનથી ટીમને જીત અપાવી. તેનો શ્રેય ધવનને મળવો જોઈએ. ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી પરંતુ ધવને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જે સારા કેપ્ટનની નિશાની છે.


ભારતીય બૉલિંગ આક્રમણ-


રિપોર્ટ છે કે આજની મેચમાં ફરી એકવાર ઉપકેપ્ટન ભુવનેશ્વર કુમાર બૉલિંગ લૉબીની આગેવાની કરશે. પ્રથમ ટી20માં જબરદસ્ત ફોર્મ બતાવ્યાની સાથે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. આજની મેચમાં ભારતીય બૉલિંગમાં ભુવનેશ્વર અને ચાહરની સાથે સ્પીનરોમાં કૃણાલ પંડ્યા અને વરુણ ચક્રવર્તી પણ સામેલ થઇ શકે છે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન-


પૃથ્વી શૉ, શિખર ધવન (કેપ્ટન), સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુજવેન્દ્ર ચહલ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર.