અક્ષયે લખ્યું કે, “ખેડૂતો આપણા દેશના એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમના મુદ્દાના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મતભેદ પેદા કરનારા કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન આપવાની જગ્યાએ એક સૌહાર્દપૂર્ણ સંકલ્પનું સમર્થન કરે.”
વિદેશી હસ્તીઓને લઈ વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક લોકો પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાણકારી વગર કોમેન્ટ કરવાને બેજવાબદાર ગણાવ્યું છે.
રિહાનાએ ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈને 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે એક ટ્વીટ કર્યું હતું. રિહાનાએ એક રિપોર્ટની લિંક શેર કરતાં આંદોલન દરમિયાન ઇન્ટરનેટ સેવા રોકવા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે ટ્વિટમાં લખ્યું કે, આપણે આ મુદ્દે ચર્ચા કેમ નથી કરી રહ્યાં ?