મુંબઈઃ અક્ષય કુમારની ગણના બોલિવૂડના સૌથી વ્યસ્ત એક્ટરમાં થાય છે. કારણકે દર વર્ષે સરેરાશ ચાર ફિલ્મો કરે છે પરંતુ તેની સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ સાથે જોડાયેલી પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે માતા સાથે સમય વીતાવી રહ્યો છે.

અક્ષયે જણાવ્યું કે, હું મારી માતાને બર્થ ડેના અવસર પર સિંગાપુરના કસીનો લઈ ગયો. કસીનો મારી માતા માટે સમગ્ર વિશ્વમાં સૌથી ફેવરીટ જગ્યા છે. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ ફેન્સ અક્ષય કુમારની પ્રશંસા પણ કરી રહ્યા છે.

તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, તમને જે કામ કરવામાં વધારે મજા આવે તે કરો અને મારી બર્થ ડે ગર્લે પણ આમ જ કર્યું. મેં મારું ગત અઠવાડિયું સિંગાપુરમાં ગાળ્યું અને મારી માતાને તેની સૌથી પસંદગીની જગ્યા કસીનોમાં લઈ ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષયની મા વ્હીલચેર પર છે અને અક્ષય કસીનોમાં લઈ જઈ રહ્યો છે.


અક્ષય કુમાર માટે વર્ષ 2019 બ્લોકબસ્ટર સાબિત થયું છે. તેની ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી અને ટંકશાળ પાડી હતી. થોડા સમય પહેલા રજૂ થટેલી કોમેડી ફિલ્મ ગુડ ન્યૂઝ પણ 200 કરોડની કમાણી પાર કરી ગઈ છે. 2019માં તેણે મિશન મંગલ, કેસરી, હાઉસફૂલ 4 અને ગુડ ન્યૂઝ જેવી ફિલ્મો આપી હતી. 2020માં પણ અક્ષયની 4 ફિલ્મો લક્ષ્મી બોંબ, સૂર્યવંશી, પૃથ્વીરાજ અને બચ્ચન પાંડે રિલીઝ થશે. (તસવીર અને વીડિયો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


અમિત શાહે કહ્યું- 3 મહિનામાં શરૂ થઈ જશે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જાણો વિગત

Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક મોટો ફટકો, ધવન બાદ આ ખેલાડી થયો બહાર, જાણો વિગતે