નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા મોટો ફટકો લાગી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન ડેમાં ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયેલા શિખર ધવનની ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી બાદબાકી થઈ ગઈ છે. જે બાદ ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર છે. રણજી ટ્રોફીના એક મુકાબલામાં રમતી વખતે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. વિદર્ભ સામે રમાઇ રહેલી મેચમાં સોમવારે ઈશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.


ઈશાંત શર્માને ક્યારે થઈ ઈજા

ભારતીય ટીમનો સૌથી સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા વિદર્ભ સામે ઈનિંગની પાંચમી ને ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવર દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. મેદાનમાંથી બહાર જતી વખતે ઘણી પીડા થતી હોવાનું તેના ચહેરા પરથી જણાતું હતું. વિદર્ભ સામે પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માએ 45 રન આપીને 3 વિકેટ લીધી હતી.

કેવા પ્રકારની છે ઈશાંતની ઈજા

ઈશાંત શર્માની ઈજા ગ્રેડ-3ની છે. જેના કારણે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. સોમવારે જ તેનો MRI સ્કેન કરાવાયો હતો. મંગળવારે આવેલા રિપોર્ટમાં ઈજા ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઈશાંત શર્માના સ્થાને નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવી શકે છે.  ભારતે ન્યૂઝીલેડ સામે 21 થી 25 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચ રમવાની છે.

ઈશાંત શર્માની ટેસ્ટ કરિયર પર નજર

ઈશાંત શર્મા અત્યાર સુધીમાં 96 ટેસ્ટ રમી ચુક્યો છે. જેમાં તેણે 292 વિકેટ ઝડપી છે. જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 74 રનમાં 7 વિકેટ છે. ઈશાંતે ઈનિંગમાં 5 વિકેટ 10 વખત લીધી છે. છેલ્લા થોડા સમયથી ઈશાંત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે.

લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, PIC શેર કરી લખ્યો રોમાંટિક મેસેજ

Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ