મુંબઈ: બૉલિવૂડ ખેલાડી અક્ષય કુમાર વર્ષમાં સૌથી વધુ ફિલ્મ કરવા માટે જાણીતો છે. ‘હાઉસફુલ 4’ બાદ હવે તેમની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પણ જલ્દી જ રીલિઝ થવાની છે. પરંતુ ફિલ્મમાં અક્ષયે પહેરેલા કપડાની હાલમાં ચર્ચા ચાલી રહી છે. બે અલગ અલગ ફિલ્મોમાં એકજ કપડા રિપિટ કરવા પર અક્ષય ટ્રોલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં અક્ષયે ‘ગુડ ન્યૂઝ’ અને ‘હાઉસફુલ 4’માં સેમ કપડા પહેર્યા હતા. અક્ષયના ચાહકે બન્ને ફિલ્મના સ્ક્રિન શોટ શેર કર્યા છે. જેમાં અક્ષય એક જ ટી શર્ટમાં અને એક જ હેર સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે. આ કપડાને રિપિટ કરવા પર યુઝર્સે અક્ષયની મૂવી બજેટ પર મજાક ઉડાવી છે.


યુઝર્સે કહ્યું, અક્ષય પાસે એટલા પૈસા નથી કે તે કપડા બદલી શકે અથવા તો એક નવી હેર સ્ટાઈલ બનાવી શકે. અન્ય એક યૂઝર્સે લખ્યું કે પોતાનો ટાઈમ બચાવે છે અને બન્ને ફિલ્મોની શૂટિંગ દરમિયાન તે એક જ ગેટઅપમાં બન્ને સેટ પર પહોંચી ગયો. એક યુઝરે લખ્યું એક કા ડબલ કરે છે.