નવી દિલ્હીઃ આજથી કેટલાક નિયમોમાં પરિવર્તન આવી રહ્યું છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર થશે. ફોન બિલ વધવાની સાથે પેન્શન અને વીમા સાથે જોડાયલા નિયમો પણ બદલાઈ જશે. તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે.
AGRના કારણે ભારતની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ પર સરકારનું એક લાખ કરોડથી વધારે લેણું છે. સરકારનું લેણું ટેલિકોમ કંપનીઓએ જલદી ભરપાઈ કરવું પડશે. આ કારણે ટેલિકોમ કંપનીઓ ભાવમાં વધારો ઝીંકશે.
24 કલાક NEFT સુવિધાઃ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરનાર ગ્રાહકોને ડિસેમ્બર 2019થી NEFT સુવિધાનો સાતેય દિવસ અને 24 કલાક લાભ મળશે. અત્યાર સુધી સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જ NEFT થઈ શકતું હતું.
ફ્રીમાં નહીં મળે ફાસ્ટેગઃ આજથી ફાસ્ટેગ ફ્રીમાં નહીં મળે. NHAIની ફ્રી ફાસ્ટટેગ ઓફરની ડેડલાઇન મધરાતથી ખતમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા 15 ડિસેમ્બરથી નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દીધી છે. જે કારની વિન્ડસ્ક્રીન પર લાગેલી હોય છે.
વીમા પોલીસી મોંઘી થશેઃ વીમા કંપનીઓ ડિસેમ્બર 2019થી તેમના પ્લાન અને પ્રપોઝર ફોર્મમાં પરિવર્તન કરી રહી છે. ઇરડાના જણાવ્યા મુજબ હવે પોલીસીનું પ્રીમીયમ 15 ટકા મોંઘું થઈ શકે છે. જો કે નવા નિયમોની અસર 1 ડિસેમ્બર 2019 પહેલા વેચેલી પોલીસી પર નહીં પડે. આ ઉપરાંત જે પોલીસી બંધ થઈ ગઈ હોય તે પાંચ વર્ષની અંદર ફરી રિન્યુ કરી શકાશે. હાલમાં તેની મુદત 2 વર્ષની છે.
ટ્રાન્જેક્શન ફેલ પર ચાર્જઃ IDBI બેન્કનો ગ્રાહક જો 1 ડિસેમ્બરથી બીજી બેન્કના ATMમાંથી નાણાં ઉપાડશે અને ઓછા બેલેન્સને કારણે ટ્રાન્જેક્શન ફેલ જાય તો તેને દરેક ફેલ થનારા ટ્રાન્જેક્શન માટે રૂ. 20નો ચાર્જ આપવો પડશે.
ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત
ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
મહારાષ્ટ્રઃ ઠાકરે સરકારની આજે બીજી પરીક્ષા, વિધાનસભા સ્પીકરની થશે ચૂંટણી
આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે
abpasmita.in
Updated at:
01 Dec 2019 09:58 AM (IST)
તમામ મોબાઈલ કંપનીઓએ મોબાઈલ અને ઇન્ટરનેટ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હોવાથી દરમાં લગભગ 10%નો વધારો થવાની શક્યતા છે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
- - - - - - - - - Advertisement - - - - - - - - -