અક્ષય કુમારે એવું તે શુ કહ્યુ કે સોશિયલ મીડિયામાં ભડકેલા યૂઝર્સે ગણાવી દીધો દેશનો ગદ્દાર, જાણો વિગતે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર પોતાના એક નિવેદનના કારણે સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થઇ રહ્યો છે. અક્ષયની ટ્રૉલ થવાનું કારણ તેની દેશભક્તિ સાથે જોડાયેલુ છે. છેલ્લે કેટલાય સમયથી દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે પણ હવે તેને ટ્વીટર પર લોકોએ દેશભક્તિના નામે આડેહાથે લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણા લોકોને ખબર છે કે અક્ષય કુમાર ભારતનો નહીં કેનેડાનો નાગરિક છે, હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કેનેડાને પોતાનુ ઘર ગણાવી રહ્યો છે. વીડિયોમાં અક્ષય કહી રહ્યો છે કે 'હું તમને જરૂર બતાવવા માંગીશ કે આ મારુ ઘર છે, એકવાર હુ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી રિટાયર થઇ જાઉં, હું અહીં પાછો આવી જઇશ અને અહીં જ રહીશે.'
લોકો કહી રહ્યાં છે કે દેશનો ગદ્દાર નસીરુદ્દીન શાહ નહીં પણ અક્ષય કુમાર છે.
અક્ષયના આ નિવેદનને લઇનો લોકોએ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રૉલ કર્યો છે. ટ્વીટર યૂઝર્સ તેના પર દેશભક્તિનો જુઠ્ઠો દેખાડો કરવા અને દેશભક્તિ વેચીનને પૈસા કમાવવાનો આરોપ લગાવી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -