એક વર્ષમાં રૂપાણી સરકારનો કાર્યકાળ કેવો રહ્યો? સર્વેમાં શું કહ્યું લોકોએ, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Dec 2018 02:16 PM (IST)
1
ફેસબુક પર કરવામાં આવેલ સર્વેમાં કુલ 10,900 લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. જેમાંથી 72 ટકા લોકોએ રૂપાણી સરકારના એક વર્ષના કાર્યકાળને ખરાબ ગણાવ્યો હતો. જ્યારે 28 ટકા લોકોએ રૂપાણી સરકારના કાર્યકાળને સારો ગણાવ્યો હતો.
2
ટ્વિટરની વાત કરીએ તો કુલ 569 લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. જેમાં 43 ટકા લોકોએ રૂપિયા સરકારના એક વર્ષના કાર્યકાળને ખરાબ ગણાવ્યો હતો. 30 ટકા લોકોએ સારો ગણાવ્યો હતો. જ્યારે 27 ટકા લોકોએ રૂપાણી સરકારના કાર્યકાળને સાધારણ ગણાવ્યો હતો.
3
અમદાવાદઃ રૂપાણી સરકારની કામગરીને મૂલવી શકે તે માટે abpasmita.inના વાંચકો વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં પૂછવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં વિજય રૂપાણી સરકારનો એક વર્ષનો કાર્યકાળ કેવો રહ્યો? ફેસબુક અને ટ્વિટર પર હજારો લોકેએ પ્રતિભાવ આપ્યા હતા.