18 વર્ષની આ દોડવીર પર બનશે બાયૉપિક, અક્ષય કુમારની ટીમે શરૂ કર્યું રિસર્ચ, જાણો વિગતે
આ ફિલ્મને લઇને લેટેસ્ટ ડેવલપમેન્ટ એ છે કે અક્ષયના બેનર સાથે જોડાયેલી ટીમે હિમા પર રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું છે. હિમા પાસેથી આ ફિલ્મના રાઇટ્સ લેવાની પ્રક્રિયા પણ ટુંકસમયમાં શરૂ થશે. હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગૉલ્ડ’માં અક્ષયની સાથે કામ કરી ચૂકેલી ડાયરેક્ટર રીમા કાગતી પણ હિમાની ફેન થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે રિમાને આ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે મને નથી ખબર કે હુ અક્ષય માટે આ ફિલ્મને ડાયરેક્ટ કરી શકીશ. જોકે હું હિમાથી ખુબ ઇમ્પ્રેશ થઇ છું, મને હિમા અને વિનેશ ફોગાટે ખુબ ઇમ્પ્રેસ કરી છે, તેમનાથી મને ઇન્સ્પીરેશન મળી છે.
હિમા દાસનો જન્મ આસામના નગાંવ જિલ્લાના કાંધૂલિમારી ગામમાં થયો છે. તેના માતાપિતા ડાંગરની ખેતી કરે છે. સ્કૂલના દિવસોમાં જ હિમા છોકરાઓ સાથે ફૂટબૉલ રમતી હતી, બાદમાં તેને પીટી ટિચર શમશૂલ હકની સલાહથી દોડવાનુ શરૂ કર્યું. ત્યારબાદ હિમા જિલ્લા લેવલની સ્પર્ધામાં સિલેક્ટ થઇ અને બે ગૉલ્ડ મેડલ જીત્યા. આમ તે આગળ વધી અને દેશ માટે રમવા લાગી.
નવી દિલ્હીઃ બૉલીવુડમાં નેતા, અભિેનેતા અને સેલેબ્સની બાયૉપિકને સારી એવી સફળતા મળી રહી છે. હવે આ કડીમાં એક નવું નામ હિમા દાસનું જોડાયું છે. આસામની આ 18 વર્ષીય એથલિટ્સ હિમા દાસે તાજેતરમાજં આઇએએફની અંડર -20 ચેમ્પિયનશિપમાં 400 મીટર સ્પર્ધામાં ગૉલ્ડ જીત્યો હતો. તેની ટ્રેક રનિંગ ઉપલબ્ધિથી અક્ષય કુમાર ખુબ ખુશ થયો હતો. અક્ષયે એક કાર્યક્રમમાં જાહેરાત પણ કરી હતી કે તે હિમા દાસ પર બાયૉપિક બનાવવા માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -