પુત્રના જન્મદિવસ પર અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર શું લખ્યો ઇમોશનલ મેસેજ ?
મુંબઈ: અક્ષયકુમાર જેટલો ફિલ્મો પ્રત્યે લગાવ રાખે છે તેટલો જ પોતાના પરિવારનું પણ ધ્યાન રાખે છે. શનિવારે અક્ષયકુમારના પુત્ર આરવનો જન્મદિવસ હતો. આ અવસર પર અક્ષયે પૂત્ર માટે સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ મેસેજ લખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે આરવ મોટો થઈ અભિનેતા બનવા માગે છે.
અક્ષયકુમારે આરવ માટે પ્રાર્થના કરતા લખ્યું કે, મારાથી લાંબો થા, મારાથી સ્માર્ટ બન, મારાથી વધુ તંદુરસ્ત રહે અને મારાથી વધુ સારો બનજે… હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને બધી ચીજ મારા કરતાં વધુ મળે. આરવ, જન્મદિનની શુભેચ્છા.
અક્ષયકુમાર પુત્ર સાથે એક મિત્રની જેમ રહે છે એ તો બધા જાણે છે. અભિનેતાએ અનેકવાર ટ્વિટર પર એલાન કર્યું છે કે એ એના પુત્ર આરવનો સૌથી સારો મિત્ર છે. પરંતુ હમણાં કરેલી પોસ્ટમાં અક્ષયકુમારની પિતાની ઝલક પણ દેખાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -